કાવ્ય: રંગ

1.એ...રંગ શરીરે લગાડવાની શી જરૂર આમ પણ તો દિલે તારી પ્રિતનો રંગ ચડ્યો છે એને વધુ ઘાટો કરોને આ દિવસની રાહ હતી જીવનમાં. અરે આ સુનુ જીવન રંગીન બન્યું છે, એ થોડો ઈશ્કનો રંગ લગાડો ને. કેમિકલ ને કોરા રંગોનુ તો શુ છે.આજ છે તો પાણીથી ભૂંસાઈ જાશે. પરંતુ યાદગાર હોળી આજીવન અવિસ્મરણીય રહે એ માટે કોઈ એવો રંગ ન મળી શકે ? કે જેને ન કોઈ સાબુ કે ન પાણી નિકાળી શકે ! એ આપની ચાહતનો રંગ જ આ દિલને ભાવી ગયો છે. તો બીજો રંગ લગાવી શરીર શુ કામ અભડાવવુ ? આ જ રંગ દિલને ભાવ્યો છે એને વધુ સ્વાદિષ્ટ બનાવવા લફ્ઝ ખૂટે છે. આપની યાદમાં જોગણ બની નથી પણ બની જવાય છે.

Comments

Popular Posts