કાવ્ય:અલૌકિક દોસ્તી


જે સબંધ નિસ્વાર્થની આધારશીલા પર ટકેલું,
બીન કરાર એકબીજાને ખુશ જોઈ ખુશી આપો આપ આવી જાય,

પરંતુ આ કળિયુગમાં કોઈકોઈનુ નથી વ્હાલા, પરંતુ જેનુ નથી કોઈ એનો તુ છો,રાધેરાનીની તપ રૂકમણી ની અરજ તો મારી શિવભક્તિનુ વરદાન છે,તારી મિત્રતા...

કહ્યા વગર જ એકબીજા ના દિલ ઉપર હકુમત સ્થપાઈ જાય, ત્યાં કમિટ મેન્ટ કે ફોર્માલિટી નથી હોતી,બસ તોછડી ભાષા જ કાફી છે...મારા માટે આખુ જગ એકબાજુ મારો પડછાયો મારો મિત્ર ક્રિષ્ના કાફી છે...ઘણી વાર તો સબંધોમાં સ્વાર્થ ભળી જાય છે પરંતુ આપણા સબંધોમાં તો ન સ્વાર્થ ખાલી ચરણે કરેલી રજુઆત જ કાફી છે,તારી એક મુસ્કાન જોવા આ નયનો તરસે..
તને ખુશ જોઈ આ દિલ ખુશ થાય...તુ રહ્યો જગતનો સ્વામી હું માનવ આપણી મિત્રતા કેમ નિભાવાશે...શિવ ભગવાન પિતાને ગૌરા મોરી માઈ...

તારા સાથે મારી યારી આમ ન મીટે વાલા...આપણી મિત્રતા જોઈ મિત્ર બ્રહ્માજીને પણ અદેખાઈ આવતી હશે...પરંતુ શુ કરુ જગતથી હારી આવેલો જીવ કોની પાસે આવે તારા જેવો યાર નથી કોઈ... મિત્ર તુ આ જીવનનો સાર છે દુઃખીમા હિંમત છે...રૂબરૂ દેહ ત્યાગ પછી મળાશે...યાદ અને દિલમા તુ છો સખા...આપણી દોસ્તી ની સરખામણી ક્યાય થઈ ન શકે...

તને શોધતી મિત્ર તને યાદ ન પણ હોય, તારે તો મારા જેવા ઘણા હશે મારા માટે તો એક તુ જ છો દોસ્ત...

મિત્રતા દિવસની ખુબ શુભેચ્છાઓ...


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts