સમર્પણ દેશ કાજે...
*કવિ મંચ સાહિત્ય પરિવાર*
*સમર્પણ પદ્ય સ્પર્ધા*
અમે ભારતના સંતાન...
માટી અમારી માતા...દેશની માટીનો કણ કણ પૂજ્ય અમને,
ભારત માતા અમારી હસતી રહે નુર એનું ક્યારે ઘટે નહીં,એ પ્રણ સાથે બોર્ડર પર નવ જવાનો રક્ષણ કરે,ન દિ જુએ ન રાત,ટાઢ વરસાદ ની જેમને કંઈ અસર નહીં એવા સાવજ આપણા સૈનિક ભાઈઓ...
આઝાદી કોઈ વહેચાતી નોહતી મળતી,
કેટલાય પરિવારોએ સમર્પણ કર્યા છે સાવજ સમા દિકરા,1857થી શરૂ થયેલી સફર રાજ્યોને એક જુથ કરવા સુધી રહી મજાની તો કોઇવાર ઘાતકી રહી આઝાદીના શ્રમયજ્ઞમા નવયુવાનો હસતે હસતે ફાંસીના માચડે ચડી છાપ છોડી ગયા વીર ભગતસિંહ, સુખદેવ,બિસ્મિલા કેમ ભૂલાય...?
કેટલીય હળતાલોને કેટલીય પ્રતિજ્ઞા કર ઓછો કરવા માટે કેટલાય વિગ્રહો થયા,કોઈવાર મીઠાનો તો કોઈ વાર વિદેશી વસ્તુ ની હોળી,સ્વદેશી આંદોલન
તો કોઈ વાર પરિષદો તો કોઈ વાર વાતાઘાટો કોઈ વાર જહાલવાદી તો કોઈવાર મવાળવાદીની વચ્ચેની તકરાર વચ્ચે પણ આપણે આઝાદી મેળવી..
ઈતિહાસનુ પઠન જ દિલ સ્પર્શી છે,નહીં તો ભગવો રંગ એમનેમ ઉપર નહીં સજ્યો હોય
ત્યાગ બલિદાનની સફર કાપતો દેશ આઝાદ થયો,પરંતુ જાત સમર્પણ કરનાર ક્રાંતિવીરો કેમ વિસરાય,મંદિર ની ધજા પુજનીય છે તો તિરંગો તો આપણુ માન અભિમાન છે,જે હંમેશાં લહેરાતો રહે,એમા જ દેશની આબરૂ છે,તિરંગાની ઈજ્જત કરવી આપણી ફરજ છે મનવા,
કચરામાંથી તિરંગો ન મળે એ કર્તવ્યવાનને નિષ્ઠાવાન હોવાનો
પુરાવો બીજો હોઈ ન શકે,
વીરોને શ્રધ્ધાંજલી આપતાં હૈયુ ભરાય,પુલવામાનો હૂમલો કહો કે કાર્ગિલ યુદ્ધ ભારતનાવીરોના સર્મપણ રહેલા છે...આ ધરા છે સમર્પણની તિરંગો છે સમર્પણનુ પ્રતિક નરબંકા સાવજોને લખ લખ પ્રણામ...
શૈમી ઓઝા "લફ્ઝ"
(આભાર દિપક ભાઈ અને પુજાદીદી આ અમુલ્ય ભેટ બદલે આપનો દિલથી આભાર...🙂🙏હર હર મહાદેવ જય પાર્વતી મૈયા...)
Comments
Post a Comment