આઝાદી મુક્તિ
*🌈ચાલો સાહિત્યનાં પંથે સાહિત્ય પરિવાર📋*
*સર્જન નંબર:- 31*
*વિષય:- આઝાદી/મુક્તિ*
નામ:-શૈમી ઓઝા
ઉપનામ:-લફ્ઝ
વિભાગ:-ગદ્ય
પ્રકાર:-સંસ્મરણો
શીર્ષક:-આઝાદીની સફર
રચના
આઝાદી શબ્દ જ ભાવાત્મક છે,
એક એક અક્ષરો સુચવે દર્દ,
કેટલાક પરિવારોના ચુલા નોહતા સળગ્યા તો કેટલી માતાઓએ
સંતાનો દેશની પાવનધરાને સપ્રેમ ભેટ ધર્યાને ફળ સ્વરૂપે આઝાદી મળી,
આઝાદીના શ્રમયજ્ઞની શરૂઆત1857થી શરૂ થયેલી,
આ સફર મા બંગભંગ,સ્વદેશી આંદોલન,જલિયાવાલા જેવી રાહે રુવાડા ઉભા કર્યા,વિદેશી કાપડની હોળીએ જુસ્સો જગાડ્યો,દાડીયાત્રા નિકળી તો બોરસદ, ખેડાના સત્યાગ્રહે અંગ્રેજના શાસનને ધ્રુજાવ્યુ.
તો વીર ભગતસિંહ જેવા નવયુવાનોના લીલા બલિદાન ચિતરાયા,એક એક પાનુ ઈતિહાસનું જે દર્દથી ભરેલું છે.તિરંગો આપણી શાન છે...
જે લહેરાતો રહે સદંતર એવા પ્રયાસ છે,આ દેશની ધરા બિલદાનની બલિહારી છે...
નવજવાનો જે બોર્ડર પર ટાઢ તડકો વેઠ્યા વગર દેશની રક્ષા કરે
નરબંકા વંદનને પાત્ર છે,
1947એ તો દેશ આઝાદ થયો,આઝાદ હજીય આપણે મનથી નથી થયા..હજીય જ્ઞાતિવાદને કોમવાદ સામે અસમાનતા,ભ્રષ્ટાચાર હજીય એમને એમ અકબંધ છે,બેકારી ભ્રષ્ટાચારનો મારો છે,મોઘવારી ત્રાહી પૂકારે,સૌ કોઈ કહે અમે ખતરામાં અમે ખતરામાં,
વસ્તી વધારામાં ભારતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે...સમાનતા
ની ભાવના વસુધૈવ કુટુંબ કમ્ ની ભાવના સળવળે તો આઝાદી સાચી કહેવાય...
નામ:-શૈમી ઓઝા "લફ્ઝ"
આ રચના સ્વરચિત છે એની બાહેધરી આપુ છું...
Comments
Post a Comment