ઉધારી લેનાર મિત્ર...



'આવતા સોમવારે મારા રૂપિયા પાછા આપી દેજે,નહીંતર ગામડે જાઈ તારા બાપ પાસેથી વસુલ કરીશ...'


બુમાબુમ સાંભળીને હું સીટ પરથી ઊઠ્યો અને નજર કરી તો કોરિડોરમા અંકુશની સામે પટેલ ઊભો હતો.પટેલ અંકુશનો મકાન માલિક હતો.ઘણીવાર ઓફિસે આવતો હોવાથી બધા એને ઓળખતા હતા.અંકુશે એને ઘણા મહિનાઓથી ભાડુ નો'હતુ  આપ્યું. ઓફિસમાં પણ એને જોઈને આઘો પાછો થઈ જાતો.એની પાસેથી પૈસા માગવામાં અંકુશને સંકોચ થતો નો'હતો.હું આમાં થોડો નસીબદાર હતો.અંકુશ મારો મિત્ર હતો....અને એથી પણ વિશેષ તો મારી પાસે એટલા પૈસા નો'હતા,કે હું એને ઉધાર આપું શકુ.અંકુશ પાસેથી મારે પણ રૂપિયા લેવાના નીકળતા હતા,પણ એટલા બધા નહીં જેટલા અંકુશે પટેલ પાસેથી સોનાની ચેઈન ગીરવી મૂકીને લીધા હતા.


ખેર!અપમાન સહન કર્યા પછી અંકુશ મારી પાસે આવ્યો અને બોલ્યો, ચાલ દિપક ચા પીવા જાઈએ. મેં ઊભા થતાં કહ્યું

'દોસ્ત તારે તો માન અપમાન જેવું કંઈ નથી...પણ ઘરવાળાનુ તો સાચવ.પટેલના પૈસા કેમ પાછા નથી આપી દેતો? અંકુશ હસતાં હસતાં હસતાં બોલ્યો,'આપી 

દઈશ યાર,હવે તું ભાષણ ન આપ અને સાંભળ.ત્રણ ચાર દિવસ રાહ જો,તારા માટે મોટી સરપ્રાઈઝ છે.સરપ્રાઈઝ!કેવી સરપ્રાઈઝ?પૂછતાં હું અંકુશની સાથે બહાર નીકળ્યો ત્યારે ત્રણ ચાર યુવકોએ અમારા તરફ ઈશારો કરતા કહ્યું, આ રહ્યો બદમાશ, પકડો એને.'અને મને કંઈ સમજાય એ પહેલાં તો અંકુશ પર ગડદા-પાટુનો માર શરૂ થઈ ગયો.મહા મહેનતે મેં એને છોડાવ્યો.ખબર પડી કે મહાશયે કોલેજના કેટલાક યુવાનો પાસેથી પણ રૂપિયા ઉછીના લીધા હતા. એ લોકો જતાં જતાં ધમકી આપતાં ગયા,"કાલ સુધીમાં રૂપિયા આપી દેજે,નહીંતર ટાટિયા ભાંગી નાંખશુ'આ બધું જોઈને હું વિચારમાં પડી ગયો.


ઉધારી લેનાર મિત્ર...આપેલી વાર્તા ને વળાંક તરફ દોરી જાવી...

-------------------------------------


અંકુશ ગરીબ ઘરનો છોકરો હતો.પરંતુ સપનાં તેના ઉંચા હતાં.તે ઉચ્ચ સ્વપ્નની ઉચાઈ આંબવા અમદાવાદ નગરીમાં આવેલો.સૌ મિત્રોની જીવનશૈલી જોતાં તેને પણ એ રસ્તે ચાલવાનું મન થતું.પરંતુ પોતાની પરિસ્થિતિ યાદ આવતા તેને માંડી વાળ્યું.
        દિપક અને અંકુશ બેય બેઠા હતા.ત્યારે દિપકે તને પ્રેમપૂર્વક પુછ્યું; "એ...અંકુશ...આ બધું સારુ લાગે છે,તુ બધાયના પૈસા લઈ પરત ન કરે તો આમાં તારા પરિવારનું ખરાબ લાગે કે નહીં...?"

ત્યાં જ અંકુશનો ફોન રણક્યો, કોરોનાના સમયમાં જે પરિવારે કમાઉ સદસ્યો ગુમાવ્યા હતા જેમનો ધંધો નગર પાલિકા દ્વારા વારંવાર થતી દરમિયાન ગીરીવશ જેનો ધંધો પડી ભાંગ્યો હોય એને અંકુશ મદદ કરતો હતો.

દિપકે ખાલી એક જ વાક્ય સાંભળ્યુ કે"વડીલ ભલા માણસ ચિંતા ન કરો તમારુ કામ થઈ ગયું,સમજો..."

દિપકે ફરી પુછ્યું,"એ...અંકુશ તને કહુ કંઈ સમજાય છે,તુ પૈસાનું કરે છે કે શું...જે હોય એ તારા નામે પૈસા પરતના ફોલ્લા ફોડે છે.તો મહેબાની કરી આપી દે તો મને હવે તો શરમ આવે..."

અંકુશ હળવાશ સાથે કહે, અરે છોડને દિપક તુ ચિંતા કરી શું કરે?કાલે તારો બર્થ ડે છે મોજ કર...

દિપક ફરી અકડાઈ કહે,"આ મારા સવાલનો જવાબ નથી...
અંકુશે હળવાશથી કહ્યું;"દિપક તુ પણ બહુ ટોકાટોક કરે છે...કાલે તારો બર્થ ડે છે તારા માટે સરપ્રાઈઝ છે,તો તુ નોબેલ રેસ્ટોરન્ટમાં આવી જાજે કોઈ પણ ભાષણ વગર...મારે તને ફોન કરવો ન પડે હોકે..."

    દિપકની ઉત્સુકતા વધી રહી હતી કે "આ લુખ્ખો જે બધાંયની પાસે પૈસા માગતો ફરે એ મને શુ સરપ્રાઈઝ આપવાનો કહે છે તો જાવા તો દે..."

દિપક પહોંચી ગયો અંકુશે કહેલી જગ્યાએ,દિપકની આંખે પટ્ટી બાંધી હતી.

અંકુશે હળવી સ્મિત સાથે કહ્યું કે,ખાલી તારે સ્પર્શ કરીને કહેવાનું છે આ શુ છે,તે તારો સમય હવે શરૂ થાય છે.

દિપકે પણ હળવાશથી જવાબ આપ્યો'હા,'

અંકુશે દિપકના હાથમાં ચાવી મુકી કહ્યું "હવે ખોલ આંખો"
    દિપકની તો આંખો માનો પહોળી જ થઈ ગઈ."ઓહ...માય...ગોડ
Volvo XC60 આ તો મારી સપનાંની કાર છે.આ તો એના માટે સ્વપ્ન હતું.અંકુશે સ્માઈલ સાથે કહ્યું કે હજી તો કારનો દરવાજો તો ખોલ...

દિપકે ખોલીને જોયું તો બર્થડે કેક,સ્માર્ટવોચ પણ હતી..

દિપકને થયું કે પુછે અંકુશને પરંતુ તેનો ઉત્સાહ નો'હતો બગાડવા માંગતો.
અંકુશે હાસ્ય સાથે પુછ્યું"શું થયું દિપક ન ગમી ભેટ મારી?
દિપક કંઈ કહે એ પહેલા જ અંકુશ"તુ એમ પુછવા માંગતો હશે કે આ બધું કેમ કેવી રીતે ?તો તુ સવાલ તારા મનને કરી વધુ મુઝાય એ પહેલાં જકહી દઉ આ હું અભ્યાસની સાથે બ્લોગ બનાવુ ને કોમ્પ્યુટર ઓપરેટિંગ નું વર્ક કરું છું."
બે મિત્રોની ચાલી રહેલી વાર્તામાં લેણદારો સૌ ભેગા થયેલા,દિપક મૌન થઈ ગયો,મનમાં તો બોલ્યો "આજે તો આને માર પડશે સાથે હું પણ મરે...દિપક વહેલી તકે ભાગ."
અંકુશે હસતા હસતા કહ્યું તમે સૌએ અહીં આવવાની તકલીફ કેમ લીધી મને કહ્યું હોત તો...

લેણદારો ગુસ્સામાં હતા'તારુ બહુ થયું પૈસા આપે છે કે,નહીં તો ચામડી ઉતારીએ તારી?

અંકુશ ફરી સ્માઈલ સાથે કહ્યું "તમને પૈસા ચૂકવવા જ આવી રહ્યો છું,મારી પાસે પૈસા આજે ભેગા થયા છે તો ઉધારી ચૂકવીને બાપુને ભેટ આપે."
     અંકુશે ડાયરીમાં રહેલી અનુસુચી તપાસીને ચુકવણી બાકી નામ ફંફોસી ઉધાર ચૂકવી દીધા.આ જોઈ દિપક નિરાંતના શ્વાસ લેતો હતો.

મારી રચના કાલ્પનિક અને સ્વ રચિત છે.

©શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts