યાદગાર પળ
*સાહિત્ય જગત*
*યાદગાર ક્ષણની યાદગાર ઉજવણી*
*નામ + ઉપનામ:-*શૈમી ઓઝા "લફ્ઝ"
*વિભાગ:-*ગદ્ય
*પ્રકાર-*નિબંધ
*શીર્ષક:-*ઈન્ટર્નશીપ...
*રચના:-*
કળા એ તો જન્મજાત સ્ફૂરતી કુદરતી ભેટ છે.એક વર્ષ પહેલાં સ્કૂલ ઈન્ટર્નશીપ મળેલી.શિક્ષક તરીકેની બે મહિના ભૂમિકા ભજવવાની હતી.એટલે અમે તો હતાં સ્વતંત્ર... પરંતુ સ્કુલ હોય એટલે નિયમો તો હોવાના...
મારો મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન પરંતુ તહેવાર આવ્યો તો મને તહેવાર પ્રમાણે બાળકોને પ્રવૃત્તિ કરાવવાની તક મળી...
આવી જ ઘડી રક્ષાબંધનની આવી.આ પાવન પર્વ ઉપર રાખડી બનાવવાની હતી.એ માટે સરે અમને જવાબદારી સોપી હતી.પરંતુ શૈક્ષણિક કાર્યક્રમમા ખલેલ પહોંચાડીને નહીં...
અમે સવારે નવ વાગે સ્કૂલ આવીને બાળકોને રાખડી બનાવતા શીખવાનું હતું...
સૌ છોકરીઓને ઉત્સાહ હતો કે ભાઈને જાતે બનાવેલી રાખડી બાધીશુ...એમાં અમે સૌએ ભેગા મળી પ્રવૃત્તિ કરી.
ચાર દિ પછી પિકનિક ગયા અમે મને હાસ્ય અત્યારે એ વાત પર આવે છે કે "મારા મમ્મી પપ્પા મને સાચવવાની બીજા ને ભલામણ કરી રહ્યા હોય છે તો બાળકોના વાલીઓએ મને ફોન કરી એક જ વાત કરી બહેન માર દિકરીને તમે સાચવજો..."
ત્યારે મને સહેજ ધક્કો લાગ્યો,કે હું આટલી મોટી થઈ ગઈ ખબર જ ન રહી... સમય આમ જ ફટાફટ વિતિ ગયો...આ સમયે મને પાણીના જેમ ઢળતા શીખવી ગયો.કોઈવાર બાળક તો કોઈવાર મને પરિપક્વ બનાવી ગયો.માણસનું પરિવર્તન જો તાલીમથી થાતુ હોય તો આનાથી વધુ યાદગાર પળ જીવનની બીજી કઈ હોઈ શકે...?
સ્વરચિત રચના છે મારી એની બાહેધરી આપું છું...
Comments
Post a Comment