દેશનું યુવાધન...

          



           દેશનુ યુવાધન
સમાચાર આધારિત રચના કોલમમા સૌ વાચકોનુ હાર્દિક સ્વાગત છે.દેશના યુવાનો જે દેશની તાકાત છે જરા તેમની પરિસ્થિતિ તરફ કાગ નજર ફેરવીએ....



*શબ્દ સંખ્યા:-*304

      "ભારતનુ ભાવિ યુવાધન,
        દેશના વિકાસમાં આપી યોગદાન,સરકાર ચૂંટણી દ્વારા નિર્માણ કરી,દેશનો વિકાસ કરે તે યુવાન યુવાનોની રચાતી શ્રુંખલા એટલે કે યુવાધન...."

       આપણો ભારત લોકશાહી દેશ છે.તમામ લોકોને આવરીને ચાલતો બિન સાંપ્રદાયિક દેશ છે.આપણા બંધારણે અધિકાર આપ્યો છે.

           લોકશાહી દેશની આધારશીલા યુવાનોને કહી શકાય.જે યુવાધન જ નબળુ હોય એ દેશ અધ:પતનને આરે છે.

            ભારતમાંથી યુવાધન સ્થળાંતર કરી વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યુ છે આ ખરેખર ચિંતાનો વિષય છે.જે દેશમાં યુવાનો બેકાર હોય છે તે દેશ ખોખલો થાય છે.

     આ માટે જવાબદાર કેટલાક કારણો છે.
       વસ્તીવધારો આપણા ભારતે વસ્તી વધારામા ચીનને પણ પાછળ છોડ્યું છે.માગ પ્રમાણે પુરવઠો ન હોવાથી અંધાધૂંધી ફેલાઈ છે.

       આપણા દેશમાં બેકારી ચિંતાનો વિષય છે.યુવાધન કાબિલ છે કામ કરવાની લાયકાત ધરાવે છે છતાંય તેમને કામ મળતું નથી.દેશમાં શિક્ષિત બેકારીનુ પ્રમાણ વધી રહ્યુ છે.જેનાથી યુવાધન નિરાશા તરફ ધકેલાઈ રહ્યું છે.

           ભારતનું ભાવી અને દેશના ઘડતરમાં યોગદાન આપનાર વર્ગ
હોય તો તે છે યુવાધન દેશનો વિકાસ યુવાધન ઉપર તો આધારિત છે.યુવાધન જે દેશનું અથવા તો નિરાશાજનક પરિસ્થિતિમાં ધકેલાયુ હોય એ દેશનું ભાવી નબળુ હોય છે.

         યુવાનોને સંતોષકારક કારક કામ ન મળવાથી તેઓ વિદેશ તરફ પ્રયાણ કરે છે.સરકારની યોજનાઓ યુવાધન માટે ઘણી છે.પરંતુ બદનસીબે સૌ યુવાનો પાસે પહોંચતી નથી.
દેશમાં વસ્તી ગીચતા એ ગંભીર સમસ્યા છે જે દેશના વિકાસમાં બાધા બને છે.

હમણાં જ એક શહિદ થયા મહિપાલસિંહ વાળા જેને યુવાધનના આદર્શ કહીશું તો ખોટું નથી. દેશનું યુવાધન કેવું હોવુ જોઈએ તે એમના જીવન પરથી શીખવા મળે છે.

મોંઘવારી,બેકારી,ગરીબી,નિરક્ષરતા જે મહાદાનવ છે.જે દેશને વિકસિત બનાવવા અવરોધક બને છે.

✒️ *બાંહેધરી :હું શૈમી ઓઝા "લફ્ઝ" આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*


Comments