સંગત...
*કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ*
*સ્પર્ધા નં.૯૬
*તારીખ:-*7/8/23
*વિષય:-* સંગત
*વિભાગ:-*પદ્ય
*શીર્ષક:-*તારી મારી યારી...
*સ્પર્ધકનું નામ:-*શૈમી ઓઝા "લફ્ઝ"
તારી મારી યારી,જેની નવ જડે જોડલી,તારા સાથે થયેલી દોસ્તી,તો મોહ માયા શાની?
દોસ્તી દિવસ સૌ મનાવે,
પરંતુ તારો જન્મ દિ જન્માષ્ટમી
મારે મન...છે ખાસ,જગતનો સ્વામી શામળિયો,હુ પામર માનવ,
આ તે કેવા સંજોગ મિત્ર,
કેમ નિભાવીશુ મિત્રતા?
મને સુદામા કે દ્રોપદી બનતા નહીં આવડે...રાધા બની ત્યાગ
તો મીરાં જેવો વૈરાગ્ય નહીં ફાવે,
છતાંય તારી સાથે ગજબનો
બાંધી બેઠા નાતો,તુ રણછોડ,
દ્વારકાધીશ જગતનો સ્વામી,
અમે તારા આધિન જીવ,
સંતોની સંગત ભાવી મને,
મોહમાયા છૂટી,જગ ખારુ લાગ્યું,તારો હાથ પકડી,
વ્હાલા મોક્ષ તરફ પગરવ ભરવા,
ગત જન્માષ્ટમી એ તો
નક્કી ક્યાં હતું ને આ જન્માષ્ટમી એ તો દોસ્તી બંધાઈ ગઈ,
સંગત તારી થઈ ને ભવસાગર
પાર થવાના મને ઓરતા જાગ્યા,
જગત આખુ ફેદી વળ્યા તારી
દોસ્તી સાથે થયા ન મોલ,
રંગ તેવો સંગ ઉક્તિ નથી ખોટી
અનમોલ સબંધો આપણા સખા,
બધું શીખાયુ ઝેર પચાવતા શીખાયુ,પરંતુ કપટ સાથે કપટ
,રંગ બદલતા ન આવડ્યું...
પ્રિતનો રંગ લાલ
આપણી દોસ્તી નો રંગ પણ લાલ,જે પ્રેમ વધારે સખા,
જીવનના રંગો છે મજાના,
પણ તારી ભક્તિ મળે તો
વાત કંઈ અલગ છે,સેવા તારી કરવા મળે એવા ધન ભાગ ક્યાં,
પ્રેમ તારો મળે એવા રાધારાણી સમા પુણ્ય ક્યાં?
આપણી મિત્રતા પણ છે ગજબ,
તુ પરમતત્વ ઈશ દામોદર કેશવ,
જગતપતિ,હુ એક જીવડો આતે
કેવો સંજોગ...
સ્વરચિત રચના છે...
Comments
Post a Comment