ક્રિષ્નલીલા...
*કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ*
*સ્પર્ધા નં.૯૫*
*તારીખ:-*1/8/23
*વિષય:-* *ચિત્ર પરથી રચના*
*વિભાગ:-*પદ્ય
*શીર્ષક:-*ક્રિષ્ન લીલા
*સ્પર્ધકનું નામ:-*શૈમી ઓઝા
"લફ્ઝ"
એક શૂર છેડાયો,ને દિવાની થઈ
ગિરધર ગોપાલની,ગલીગલી ભટકી મીરાં જોગણ,રાધા શણગાર કરી મનમાં હરખાતા,
રૂકમણી તને સ્વામી સ્વરૂપે વરવા
હરખઘેલા થાતા,ને સત્યભામા
ક્રિષ્નના હ્રદયમાં પોતાની હકૂમત બતાવી રોફ જાડતા,તમારી આઠ પત્નીઓ તમારી પર હક જતાવવા પરસ્પર ઝગડો કરતી,
એવા તો તારા કામણ કા'નુ;
આ તે કેવી મોહિની પ્રિય,તુ આખોય સુંદર છે,જે સ્વરૂપે તને સ્મરો એ સ્વરૂપે તુ આવે,ગોપીઓ ના વસ્ત્રો ચોર્યા તો દ્રોપદીની લાજ બચાવી,
વનરાવનની ગલીને ગોકૂળના ઘરો પણ સાક્ષી રહ્યા પ્રેમના,પ્રેમના રંગે રંગાયા કાના,બીજો રંગ શુ કામ નો...
ખરતા તારા પાસે ખુબ માંગ્યું,
ને સઘળા કર્મો ખુટ્યા વાલમ,
તુ પણ કમાલ છે,આટલા કોઈ નામ રાખે,પ્રિય કયા નામે તને
સ્મરવો એ જ તો પળોજણ છે...પણ તુ સૌ માટે જે હોય
મારા માટે તો મારો જીગરજાન
કા'નુ.સૌનો વ્હાલો તુ લાડકવાયો માતા યશોદાનો,તો કોઈ વાર માતા દેવકીનો દુલારો સૌ ભુમિકા મજાથી નિભાવતો,તારા જેવો કલાકાર ને આ જગતને મળી ન શકે...
શૈમી ઓઝા "લફ્ઝ"
સ્વરચિત રચના છે...
Comments
Post a Comment