ચુંટણીના વધામણાં...
પહેલે પગથિયે શુભ મંગળ થાય રે...
રણશિંકાનો શાદ સંભળાય રે...
ચુંટણીનો અવસર એ મજાથી ઉજવાય રે...મતદાન
શુભમુહુર્ત આવ્યું રે ન ટીપ્પણુ
જોયું... જોશીડો બન્યા ચુંટણીપંચના સભ્યો,બહુ વાતાઘાટો પછી આ
ઘડી આવી રે...
તેનો શોર બકોર સંભળાય રે...
કોઈ ડી.જે. વગાડે તો કોઈ પ્રલોભનો આપે...તો કોઈ મીઠા વચનો આવી જનતાને કરગરે, સૌ નેતા પોતાનો ઉલ્લુ
ઊંચો રાખવા બીજા નેતાને લલકારે...
ચોતરફ કમળ,પંજો ને ઝાડુની છે બોલબાલા ચુંટણીનો અવસરિયો આવ્યો સૌ ભાઈ બહેનો સાવધાન...
એક કહેવત છે મજાની કન્યાદાન
ને મતદાન ખાનદાન જોઈ કરાય રે...
પોતાનો કિંમતી મત આમ ન વેડફાય
એક મતની કિંમત શું જાણો તમે
દેશની સરકાર બને છે...દેશ પ્રગતિમા યોગ્ય ભૂમિકા નિભાવે છે.
Comments
Post a Comment