પ્રતિક્ષા...
નામ :શૈમી ઓઝા
ઉપનામ:"લફ્ઝ"
ટાસ્ક શબ્દ: પ્રતિક્ષા
રચના:
આંખોને ચહેરાની રાહ રહેશે
મૃગજળમા તને શોધતા શુ રહ્યા?
તને પવનની લહેરોમાં પામતા રહ્યા.
તુ આખરી ઈચ્છા નથી તારી સાથે
જીવવાની તાલાવેલી મને મીરાંબાઈ
સમી જોગણ બનાવે છે
તુ તો આ દિલનો નશો બની ગયો,
આ...હ...આ નશાનુ પુનરાવર્તન થાય
તો જીવન કંઈક રંગીન લાગે...
તુ આવે ફરી જિંદગીમા,એક હૈયે
હામ છે આ ધિરજ અને રાહરૂપી
દિવડો દિલમાં સતત બૂઝાયા કરે છે,
હુ પણ જોવું કે તુ મને કેટલી સતાવે છે.
આપણા સબંધો ઈશ્વરને દેણ છે
આ દેણથી સાથ જીવન મરણના
સપનાં સજાવ્યા છે.જો જો સપનાં વિખરાઈ ન જાય....
એક પક્ષે જો પ્રયાસ થશે તો તૂટીને ઢગલો થવાશે, પ્રયાસ કરતી રહીશ
આજીવન વરસાદની બૂંદોમાં શોધતી રહીશ આપણે એક થશુ એક દિવસ એ પ્રતિક્ષા સાથે જીવન આખુંય કુરબાન કરતી રહીશ...
જીવન સફરમાં ધિરજ અને રાહના દિવડાને સતત પ્રજ્વલિત કરતાં રહીશું...મળશો આપ તો પ્રતિક્ષારૂપી વિરહ પણ મીઠો લાગશે....
Comments
Post a Comment