જીવનના અનુભવોની ડાયરી...

અમુક માં બાપના વિચારો એટલા હલકી કક્ષાના હોય છે,કે જીવનમાં કંઈ પણ બને એટલે બાળકને અથવા એની જિંદગીમાં આવનાર ત્રીજી વ્યક્તિને બંદૂકની ગોળીએ દેતા હોય છે.અમૂક ઉંમરેમાં બાપે બાળકો જોડે મિત્રતા કરવી જોઈએ નહીં કે,પોતાના વિચારો થોપવા, કે જેનાથી બાળકો અને માં બાપ વચ્ચે મનભેદરૂપી દિવાલ એવી તે ચણાય છે જેને તોડી સબંધ સુધારવો મુશ્કેલ પડી જાય છે.
આપણા ઈતિહાસના એવા મહંત દાખલા છે દક્ષ પ્રજાપતિ જેને શિવનુ 
અપમાન કર્યું પરિણામ સતીમાતાએ ભોગવ્યું. હિરણ્યકશિપુ જે મહા દાનવ હતો એને પોતાના પુત્ર સાથે દમન કર્યું હતુ અભિમાનવશ પુત્રની અંદરના ભક્ત ને ઓળખી ન શક્યો પરિણામ શું આવ્યું પોતાના પ્રાણથી હાથ ધોઈ બેઠો.આ તો સતયુગ અને દ્વાપરયુગ દાખલા છે પરંતુ આવુ કળિયુગમાં પણ બને છે.મા બાપના પાપની સજા સંતાનો ભોગવે છે.આ સનાતન સત્ય કોઈનો અવાજ દબાવવાથી પણ નહીં બદલાય. આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ વાણી સ્વતંત્રતા એ સરકાર દ્વારા મળેલો અધિકાર છે.માણસ પોતાની અભિવ્યક્તિ કરી શકે છે.પરંતુ અમુક વડીલ હોવા છતાંય ઈર્ષાવશ કોઈની મહેનતની આડે આવી પોતાનો જ બુદ્ધિઆંક બતાવે છે.બાળકને એટલી સ્વતંત્રતા મળવી જ જોઈએ એને મિત્રો કેવા બનાવવા સબંધો કોની જોડે કેટલા રાખવા?કોઈ એટલું ના સમજ તો નથી જ હોતુ એ પણ પુખ્તવયે...બાળક ખરાબ રસ્તે ન જાય ખોટી સંગતે ન ચડે એ ધ્યાન રાખવું રહ્યું પરંતુ જીવનમાં કંઈ પણ બને એટલે ત્રીજી વ્યક્તિ ને દોષ આપી વારંવાર એને અપરાધી ચિતરવુ અમુક ઉંમરે તો ન જ શોભે...વિચારો સારા હોય તો દુનિયા આપણને સારી લાગે છે.આપણા વિચારો ને ઈરાદા જ નિમ્ન કોટીના હોય તો દુનિયામાં તમામ લોકોમાં આપણને વિશ્વાસ બેસતો નથી નજર બદલવાની જરૂર છે,એ સ્વાભાવિક છે.
કોઈની બદનામી પર ચણેલો મહેલ આપણને જ ડંખે છે.પણ ત્યારે ખુબ મોડું થાય છે. પાપનો ઘડો ભરાય ત્યારે કંકણ મારવાની જરૂર નથી પડતી આપોઆપ ફૂટી જાય છે.સંતાનો ને સમજવા પ્રયાસ કરો એમના વિચારો પણ જાણો બસ પોતે જ સંતાન ના ભાગ્યવિધાતા છો એવું વારંવાર ન જતાવો.એ જાતે પડશે તો ઉભા થવાની એનામાં હિંમત આવશે.પણ તમે એને વારંવાર ટોકે રાખશો એ પણ વગર કારણે તો એને તમારા માટે નફરત થતી જશે.પરંતુ માં બાપ અહમવશ સંતાનોને પોતાના વિચારો એટલી હદે થોપે કે બાળકને માનસિક ત્રાસ થઈ જાય,બાળક ડિપ્રેશનનો ભોગ બને.પણ આવુ કરવાનું એક જ કારણ હોય છે સમાજની આબરૂ તમારા સંતાનથી વધુ મહત્વની આબરૂ હોય છે?
બાળકની ઈચ્છા શું છે તે જાણવા પ્રયત્ન કદી કર્યો છે?આ એક પરંપરા બની જાય છે.
ને પછી તમે કહો છો કે સંતાનો વૃદ્ધાશ્રમ દેખાડે છે.આમાં વાંક એક જ પક્ષે આવે સંતાનો ને જ ખરાબ ચિચરવામાં આવે શું આ વાત સાચી ને??

     તમે બાળકોના મિત્ર બનો તમારા અતિશય એની ઉપર વિચારો થોપો છો ને પછી બાળકની જિંદગીમાં આવનાર ત્રીજા વ્યક્તિ ને દોષ આપો આ તે ક્યાંનો ન્યાય છે?આમાં તમે જ બાળકના દુશ્મન બનો છો...

તમે જે કોઈને આપો છો એજ કુદરત તમને ચક્રવૃધ્ધી વ્યાજ સહિત પરત આપે છે માટે જીવનમાં કોઈનું સારુ ન થાય તો અહમવશ ખરાબ ન કરવું કુદરત ના કેમેરા સતત તમને નિહાળ્યા કરે છે...એ ન ભૂલવુ જોઈએ....

હર હર મહાદેવ

જય પાર્વતી મૈયા...


શૈમી ઓઝા "લફ્ઝ"



Comments

Popular Posts