સમાજ
સમાજ
સમાજ શું છે તો માણસોનું ચોક્કસ જૂથ બનીને રચાય છે. જીવનમાં જ્યારે નિર્ણયની ઘડી આવે ત્યારે પોતાની જાતને સક્ષમ રાખી નિર્ણય લેવો. સમાજ માણસોથી રચાય છે. એના ધારા ધોરણો દરેક લોકોને ચોક્કસ રીતે પાળવા માટે દબાણ કરવામાં આવે છે.સમાજ સુખદુઃખનો ભાગીદાર બને એ વાત નરી મુર્ખામી ભરી છે.કોઈ ઉપર રિવાજના નામે ધારા ધોરણો થોપવા આ એક
સૌ પોતાનો સ્વાર્થ અને ફાયદો જુએ છે.આ સમય જ એવો છે.કે કોઈ પર ભરોસો ન કરી શકાય.સમાજ માણસોથી બને છે.કેમકે માણસ સામાજિક પ્રાણી છે.પણ કોઇ વ્યક્તિ પર પોતાના વિચારો આબરૂના નામે થોપી બેસાડવા એ નરી હાસ્ય ઉપજાવતી મુર્ખામી છે. ઘણા રિવાજો એવા દમ વગરના હોય છે કે લોકો ગરીબ હોય એ વધુ ગરીબ બનતા જાય છે. જેમકે લગ્નમાં પાર વગરના ખર્ચા એ પાછું ટીકા ટિપ્પણી કરીને લોકોને ઉપસાવવામા આવે છે. ખાધા પછી ખવડાવનારનુ ખોદવુ એ સમાજ પાસેથી શીખો. વાતે વાતે વાધા વચકા કરવા કોઈની કમીઓ શોધવી પોતાની કમીઓ નજર અંદાજ કરવી આ સમાજના ગુણો છે.પણ સમાજ જ્યારે આપણે હતાશ હોઈએ ત્યારે નસીબની દુહાઈ આપી ખોટું આશ્વાસન આપે છે,માટે સમાજની વાતોમાં આવી ને અનર્થ કરવું એ મૃત્યુદંડ દીધા સમાન છે.માટે સમાજનું સાભળી પૈસાનો ધુમાડો કરવો યોગ્ય વાત ન કહેવાય.
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment