વૃક્ષો એક પર્યાવરણ નો ભાગ

"વૃક્ષો વાવો
         પર્યાવરણ સુધારો,
         ઘરે ઘરે એક વૃક્ષ,
        બચાવે લાખો જીવન"
             વૃક્ષ દેવો ભવ:

           વૃક્ષ આપણા પરમ મિત્રો છે. વૃક્ષ આપણને જીવનની જરૂરિયાત પૂરી પાડે છે. વૃક્ષો વાતાવરણ શુદ્ધ રાખે છે. વૃક્ષો આપણા બાળક જેવા છે. વરસાદની સાથે શુદ્ધ હવા આપે છે.ફળ,ફુલ,શાકભાજી લાકડું જેવી જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડે છે.

          વૃક્ષો ઘરની અને જમીન ની શોભા તો વધારે છે.સાથે સાથે છાંયો પણ પૂરો પાડે છે.વૃક્ષો પર્યાવરણ બચાવે છે.ભારતમાં વસ્તી વધી એટલે જમીન અને રહેઠાણ માટે લાકડાની જરૂર પડી એટલે વૃક્ષો ની કાપણી શરૂ થઈ.ગ્લોબલ વોર્મિંગના કારણે વધતી ગરમીને અટકાવવા.પ્રદુષણને ઓછું કરવા ઓક્સિજનનુ પ્રમાણ વધે અને કાર્બનડાયોક્સાઇડ ઘટે તે માટે વૃક્ષો વાવવા જરૂરી છે.


          વૃક્ષો આપણને બાળક જેવો અહેસાસ આપે છે.વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે.

        
            વૃક્ષ વાવવાનો મહિમા હિન્દુ ગ્રંથોમા પણ રહેલો છે.
વડનું વૃક્ષ વટસાવિત્રિના વ્રતના દિવસે પુજાય છે.તુલસી અગિયારસના દિવસે પૂજાય છે.આસોપાલવનો ઉપયોગ ધાર્મિક પ્રસંગ તહેવારોમાં તથા ગ્રહોની શાંતિ માટે તો આંબાના મોરનો ઉપયોગ હોળીના દિવસે નાના બાળકોને ઝેમ પાવા તો પાન રિધ્ધિ-સિધ્ધિની પ્રાપ્તિ કરાવે છે.
રૂખડા નામનું વૃક્ષ વૈરાગ્યની પ્રાપ્તિ માટે છે.બિલિ અને મનિવેલ લક્ષ્મી પ્રદાન કરે છે.ચંપાનુ વૃક્ષ પ્રગતિનુ પ્રતિક છે.

આયુર્વેદમાં પણ વૃક્ષોનો મહિમા અપાર છે.લીમડો,તુલસી અશ્વગંધા,ગળો,આદુ,અરડૂસી, સંખેડા,નિલગીરી,આમળા,મીઠો લીમડાનો ઉપયોગી ઔષધી તરીકે થાય છે.

વૃક્ષો સજ્જન માણસ સમાન છે.પથ્થર મારનાર ને પણ ફળ આપે છે.વૃક્ષો પણ આપણા પરિવારના સદસ્ય અને આપણે સૌ ધરતી માતા ના સંતાન છીએ તેમ વર્તવું.

         "વૃક્ષો વાવો,વરસાદ લાવો
          વૃક્ષો વાવો, જીવન બચાવો', 'વૃક્ષ જતન, આબાદ વતન', 'એક બાળ, એક ઝાડ."

          પોતાના સ્વાર્થ ખાતર વૃક્ષોની કાપણી ટાળવી.વૃક્ષો પણ.સજીવ છે તેમ સમજી વર્તવું.


©શૈમી ઓઝા "લફ્ઝ"
         

Comments

Popular Posts