*ડિજિટલ પ્રેમ*
ટાઇટલ...
*ડિજિટલ પ્રેમ*
તમે વ્હાલા છો સાચુ
કહુ છું ડિઝિટલ
જમાનો આવ્યો પ્રિય,,,
થોડા સોશિયલ મિડિયાના રસિક
બનો પ્રિય...
તમે આનંદ થી ફરતા તો
અમે સ્માર્ટફોન સાથે દોસ્તી કરતાં
પ્રિય..
તમે શબ્દો થકી પુષ્પ વેરતા
તો અમે શબ્દો ની હારમાળા
સર્જી મનની વાત રજુ કરતાં પ્રિય...
અમે રસ્તે પોતાના ગંતવ્ય સુધી
આગળ વધતા સાથે વિડિયો કોલ
કરી મન હળવું કરતાં પ્રિય,,,
કોઈવાર ખાટો મીઠો ધગડો થાય
ત્યારે સોશિયલ મિડિયા પર પોસ્ટ
ચડતી પ્રિય...
પ્રેમ દિલથી દિલનો હોય
પણ સોશિયલ મિડિયા ને
ફિલ્ટર પરમેશ્વર બનતા પ્રિય,
રૂબરુ કંઇ અલગ ને ફિલ્ટર થ્રુ
ફોટો અલગ...એકબીજા ને
છેતરી ને ઉલ્લુ બનાવી
આનંદ લેતા ને પછી એકબીજાને
સોશિયલ મિડિયામાં શોધી
પોતાને મનાવતા પ્રિય...
આ જમાનો છે ડિઝિટલ નો
વેડિંગ કાર્ડની વેરાયટી તો બનાવી
એમાં આપણે અલગ તરી આવતાં
તુ નજરોથી તો હું શબ્દોની માયાજાળથી એકબીજાને મનાવતા...
ટોમ એન્ડ જેરી જેવી આપણી
મિત્રતા એક સેલ્ફી સાથે લઈ
સોશિયલ મિડિયામાં અધધધ લાઈક ને કોમેન્ટ કરતા પ્રિય...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment