શિક્ષણ

📝 *સાહિત્ય પ્રકાશ* 💥
        *ટાસ્ક - ૧૭*
*જીવનપથ અને શિક્ષક*

*વિષય:* 
*નામ:* શૈમી ઓઝા 
*ઉપનામ:* "લફઝ"
*પ્રકાર:* 
*શીર્ષક:* શિક્ષણ
*રચના:* 

         શિક્ષણ જીવનમાં ઘડતરનો એક પાયો છે.જે માણસને જડમાથી ચેતન બનાવે છે.બાળકોને ચોપડિયા જ્ઞાનની નહીં પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા શિક્ષણ ની જરૂર છે.શિક્ષણ નિતિ મુજબ બાળકોનો માનસિક શારિરીક અને બોધાત્મક શિક્ષણ આપવુ તેવો સરકારનો આગ્રહ છે.

        ગુરુ એટલે કે મોટું. ગુરુ મુર્ખ વિદ્યાર્થી ને પણ જ્ઞાની બનાવવાની તાકાત ધરાવે છે.ગુરુની ભૂમિકા શિષ્યના જીવનમાં અગત્યની છે.ગુરુ તમામ શિષ્ય સમાન હોય છે.તે વિદ્યાર્થીઓને શિક્ષણ ની સાથે તેમનામાં રહેલી સ્કીલને ઓળખી વિદ્યાર્થી ને આગળ જવા માટે પ્રેરે છે.

સાચા ગુરુ કળિયુગમાં મળવા મુશ્કેલ છે.

આજકાલ ગુરુ આજકાલ શિક્ષણ પ્રોજેક્ટર દ્વારા શિક્ષકનું કામ સરળ બન્યું છે. પરંતુ સરકાર દ્વારા મળતી કામગીરી જે શિક્ષણ કાર્યમાં બાધારૂપ બને છે.શિક્ષક વિદ્યાર્થીઓ ને સમય ઓછો ફાળવે છે.આ બાબત શિક્ષણ પ્રક્રિયા ઠોઠવાય છે.

શિક્ષણ સર્વાંગી વિકાસ કરે છે. શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે. જે ભાવીનુ ઘડતર કરે છે.સમાજને નવી રાહ ચિંધે છે.અજ્ઞાન મિટાવી 
જ્ઞાનરૂપી અજવાસ પાથરે છે.ગુરુ ને ત્રિદેવ સમાન માનવામાં આવ્યા છે.




🖊️ નામ: શૈમી ઓઝા "લફઝ"
--------------------------------
*તા. ૧/૦૯/૨૪ થી ૧૨ /૦૯ /૨૪ રાત્રીના ૧૨ વાગ્યાં સુધી ગદ્ય / પદ્યમાં આપ લખી શકો છો .*

Comments

Popular Posts