સ્ત્રી
સ્ત્રી
હું બીજો જીવ છૂટો પાડી
જીવનદાન આપી શકુ છું,
દેવી તો મંદિરમાં પૂજાય છે,
પણ કડવા ઘૂટ પીને
ચહેરે સ્મિત રાખી શકું છું,
તાકાત છે મારામાં મર્યાદાની બેડી
પગમાં પહેરી સમાજને કેળવણી આપવાની મારામાં એક જડને
હું આદર્શ વ્યક્તિ તરીકે ઘડતર
કરી શકું,
હ્રદય પર પથ્થર રાખી દેશને એક વીર ભેટ આપુ એવું ખમીર છે મારામાં, ભલે ને હું અભણ રહી ન ગણિત આવડે તો કંઈ નહીં પણ જીવનના પાઠ સરળતાથી ભણાવી શકુ છું.
પોતાની જાતને ભૂખી રાખી
અન્નપૂર્ણા બનવાની ક્ષમતા છે મારામાં,મને એવો જાદુ આવડે છે કે
આવક ઓછીને ઝાઝાનુ ભરણપોષણ કરુ...
સમય આવતાં રણચંડી બનતા મને આવડે છે.મને સંઘર્ષ મોઘાદાટ સૌદર્ય પ્રસાધનો કરતાં પણ નિખારી શકે છે.
સાથ આપનો હોય તો મને ઘરમા સ્વર્ગ લાવતા આવડે છે.
બે ઘર હોવા છતાંય સ્ત્રી નુ કોઈ ઘર નથી પણ મને પારકાને પોતાના કરતા આવડે છે.
મારા વગર પ્રત્યેક કહાની છે અધુરી,
હુ ભલેને એક રહી મને સો પાત્રો મા વહેચી છે.હુ દરેક પાત્ર હોશે હોશે નિભાવી શકુ છું.
મને ગર્વ છે કે હું સ્ત્રી છું,નવો જીવ ઉત્પન્ન કરી ને સંસાર ને આગળ વધારી શકુ છું, સબંધો નિભાવતા મને બખુબી આવડે છે.રીત રિવાજની ચાદર ઓઢી સમાજના ઢાચામા ઢળતા પાણીના ધસમસતા ની જેમ વહેતા રહેવું પ્રકૃતિ છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment