વફાદારી
કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ સ્પર્ધા નંબર : ૧૪૩ શબ્દ : ચિત્ર અમારું ને કલ્પન તમારું રચનાનો પ્રકાર:અછાંદસ કવિતા સમય...સોમવાર થી શુક્રવાર રાત્રે નવ વાગ્યા સુધી... નિર્દોષતા પ્રાણીઓ પાસે શીખવા મળે, કેટલીક માસુમિયત જેને વ્હાલ કરવાનુ મન થાય. વફાદારી ને અન્નનુ ઋણ કુતરા પાસે શીખવા મળે, કેટલુ પ્યારુ પ્રાણી કૂતરો માણસનો સાચો સાથે લાખા વણઝારા ની વાત થઈ પ્રચલિત.... કૂતરાને માણસનો સબંધ એક વાર્તા બની ગયો.કૂતરાને લાખા વણઝારાની જોડી અમર હતી. આજકાલ માણસ પણ હાય સગવડ ન ભોગવે મોઘવારી વશ થઈ ને કૂતરાને લીલાલેર...કેટલા કૂતરા ભૂખે ટળવળે તો કેટલાક કૂતરા રાજાશાહી જીવન ભોગવે... કર્મની કઠણાઈ ઘડીક રાજ કરાવે તો ઘડીક મા નીચે પટકી દે... કર્મ એ જ સાચો ગુરુ જે સત્ય નો અરીસો દેખાડે... શૈમી ઓઝા "લફ્ઝ"